
દિવસે દિવસે હત્યા ના કિસ્સાઓ ખૂબ જ વધુ જોવા મળતા હોય છે. એવું જ કિસ્સો મહેસાણા મોઢેરા ચોકડી નજીક આવેલા એક ફ્લેટ જોવા મળ્યો છે. મહિલા ને બુધવારના દિવસે પાડોશી દ્વારા હત્યા કરી દેવામાં આવી છે.
હત્યા દરમિયાન મહિલા શિક્ષક નો દીકરો વચ્ચે આવી જતા તેને ખૂબ જ ગંભીર ઇજા પહોંચી છે અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તેમ જ ઘટના બાદ પોલીસને બોલાવવામાં આવી હતી અને આ મહિલા સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે પોતાની ફરજ બજાવતા હતા.
આ મહિલા મહેસાણા નવદીપ ફ્લેટમાં રહે છે અને તેમનું નામ કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલ છે. બુધવારના દિવસે 8:30 વાગ્યે તે ઘરમાં અચાનક પાડોશી ઘૂસી આવ્યો હતો અને કોઈ કારણસર કલ્પનાબેન ઉપર પોતાનો ગુસ્સો કાઢી લેતા તેમની હત્યા કરી દીધી છે.
અચાનક જ કલ્પનાબેન નો દીકરો દૂધ લેવા માટે ઘરે આવતા સમગ્ર ઘટનામાં કે વચ્ચે પડતાં તેને ખૂબ જ ગંભીર ઇજા પહોંચી છે અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે કલ્પના બેનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું છે