પગની મચકોડથી માંડીને ડાયાબિટીસ સુધીની સમસ્યા જળમૂળથી કરી દેશે દૂર, આજે જ કરો આ ચૂર્ણનું સેવન અને નજરે જુઓ પ્રભાવ

દાળ, ઢોકળા, બિરયાની સહિત કોઈપણ મસાલેદાર શાક ના વઘાર માટે આપણે તમાલપત્રનો ઉપયોગ કરતા હોઈએ છીએ. માત્ર ભારતીય રસોડામાં જ નહીં પરંતુ આયુર્વેદમાં પણ તમાલપત્રનો ઉપયોગ કરવામાં આવે છે. તમાલપત્ર માં એન્ટીઓક્સિડન્ટ, વિટામીન એ, વિટામીન સી, આયર્ન, ફોલિક એસિડ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો ભારે માત્રામાં હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

૨ કપ પાણીમાં ૧ તમાલપત્ર અને અડધી ચમચી તજનો પાવડર નાખીને ઉકાળો બનાવવો. ત્યારબાદ થોડી વાર માટે તેને ઢાંકીને રાખો. પછી તેમાં લીંબુ અને મધ મિક્સ કરીને તેને ગાળીને ચાની જેમ તેનું સેવન કરો. આ ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તત્વોથી ભરપૂર હોય છે.

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ તમાલપત્રના ચૂર્ણનું સેવન કરવું જોઈએ. તેનાથી લોહીમાં રહેલા સુગર ઘટવા લાગશે અને ઈન્સ્યુલિનની માત્રા પણ સંતુલન માં આવી જશે. તમાલપત્રનો ઉપયોગ તમે સૂપ, ભાત, પુલાવ, શાક વગેરેમાં પણ ઉમેરી કરી શકો છો. તમાલપત્રનુ સેવન કરવાથી યાદશક્તિ વધે છે અને દિમાગ તેજ બને છે. અલ્ઝાઇમર જેવી માનસિક બીમારી થવાની સંભાવના નિયમિત રીતે તમાલપત્રનું સેવન કરવાથી ઘટી જાય છે.

તમાલપત્રમા એન્ટી માઇક્રોબિયલ ગુણ હોય છે જેથી તે શરીરમાં કોઈપણ જગ્યાએ લાગેલા ઘા ઝડપથી મટાડવા માટે ઉપયોગી થાય છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ઉપયોગી થાય છે, આ ઉપરાંત તે લોહીને શુદ્ધ કરીને હૃદયને સ્વસ્થ રાખે છે. મચકોડ આવે ત્યારે તમાલપત્ર, અજમો અને વરિયાળી નો ઉકાળો પીવો જોઇએ. આ ઉકાળો પીવાથી દુખાવો અને સોજા માં રાહત મળે છે. તમાલપત્ર અને લવિંગને પાણીમાં પીસીને તેનો લેપ લગાવવાથી પણ મચકોડ માં રાહત મળશે.

તમાલપત્રમાં એક વિશેષ પ્રકારનું એન્ઝાઈમ હોય છે જે પાચન ને સુધારવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે લોકોને કબજિયાત અને એસિડિટીની સમસ્યા રહેતી હોય તેમણે તમાલપત્ર ની ચા પીવી જોઈએ. જે લોકોના દાંત પીળા થઇ ગયા હોય તેમણે તમાલપત્રના પાવડરમાં સંતરાની છાલ નો પાવડર મિક્સ કરીને અઠવાડિયામાં ત્રણ વખત દાંત પર ઘસવો જોઈએ, જેનાથી દાંતની પીળાશ દૂર થઈ જશે.

શરદી ખાંસીમાં રાહત મેળવવા માટે તમાલપત્ર ને પાણીમાં ઉકાળીને તેનુ સેવન કરી શકો છો. પેટ ફૂલવું, પેટનું ભારે લાગવું, અપચો વગેરે જેવી સમસ્યા હોય ત્યારે પાંચ ગ્રામ તમાલપત્ર ના ચૂર્ણ અને આદુ ને ૨૦૦ મિલી પાણીમાં ઉકાળવું અને પાણી ઉકળીને અડધું રહે ત્યારબાદ તેને ગાળીને તેમાં મધ ઉમેરીને તેનું સેવન કરવું દિવસમાં બે વખત આ પ્રયોગ કરવો.

રાત્રે સુતા પહેલા તમાલપત્ર ના તેલથી માલીશ કરવાથી સારી ઉંઘ આવે છે અને લોહીનું પરિભ્રમણ પણ સુધરે છે. વાઈના દર્દીઓ માટે તમાલપત્ર નો ધુમાડો ખૂબ જ સારો માનવામાં આવે છે. તમાલપત્ર નો ધુમાડો લેવાથી થાક દૂર થઇ જાય છે અને મગજ પણ શાંત બને છે તે મગજની નસ ને આરામ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *