પાંચ હજાર રૂપિયાની નોકરી કરતો કોન્ટ્રાક્ટર શિક્ષક બન્યો કરોડનો માલિક, વાંચો આ લેખ અને જાણો

રાજસ્થાનના ભીલવાડા માં, એક વ્યક્તિ કોન્ટ્રાક્ટ પર શિક્ષણ વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કાર્ય મળ્યું હતું. તેનો પગાર માત્ર પાંચ હજાર રૂપિયા હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કોમ્પ્યુટર ઓપરેટર એ પંજાબમાં તેનો કરોડનો બિઝનેસ ફેલાવ્યો હતો. શિક્ષણ વિભાગના કોન્ટ્રાક્ટર પર કામ કરતા આ કર્મચારી એ ૨ કરોડ ૧૫ લાખની હેરાફેરી કરી હતી.

ગોપાલ સુવલકા નામના આ વ્યક્તિને ભીલવાડા જિલ્લા ની કોટડી પંચાયત સમિતિ ની ખેડા સરકારી શાળામાં કોન્ટ્રાક્ટ પર કોમ્પ્યુટર ઓપરેટર નું કાર્યો મળ્યું હતું. વર્ષ ૨૦૦૭ થી ૨૦૨૧ સુધી માં ગોપાલ એ છેતરપિંડી દ્વારા શિક્ષણ વિભાગના કરોડ રૂપિયા ગુમાવ્યા હતા અને આ વાતની કોઈને કાનોકાન ખબર પણ ન થઈ. તે વર્ષોથી શિક્ષણ વિભાગમાં કાર્યકર્તા અધિકારીઓના નકલી આઈડી અને પાસવર્ડ નો ઉપયોગ કરીને નાણાં ની છેતરપિંડી કરતો હતો. આ નાણાં તે તેની પત્ની દિલખુશ સુવલકા ના ખાતામાં જમા કરતો હતો.

શિક્ષણ ખાતામાં થતી આ છેતરપિંડી માટે તેણે બનાવટી દસ્તાવેજ નો ઉપયોગ કરીને તેની પત્નીને શિક્ષિકા બનાવી હતી અને તેના ખાતામાં જ તે પૈસા મોકલતો હતો. આ પૈસામાંથી તેણે બે મકાન અને એક જેસીબી મશીન લીધું હતું. તે પંજાબમાં આ નાણાં ના વાહનો ખરીદીને તેનો ધંધો ફેલાવતો રહ્યો.

જ્યારે આ કોમ્પ્યુટર ઓપરેટર સામે ગુનો નોંધાયો અને તેના રહસ્યો ખોલ્યા ત્યારે તેને ચતુરાઈપૂર્વક તેની બધી મિલકત કોઈ બીજા વ્યક્તિને ટ્રાન્સફર કરી દીધી. જેને લીધે કોઈ પણ તપાસમાં તેની મિલકત સામે ન આવે. ગોપાલની આ હેરાફેરી ની જાણ થતા જિલ્લા શિક્ષણ અધિકારી યોગેશએ જણાવ્યું હતું કે ૧૨ ઓગસ્ટ ૨૦૨૧ ના દિવસે પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાળાના મુખ્ય શિક્ષક ખેડા ચંદ્રસિંહ રાજપૂતે બાદલિયાસ પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટર ઓપરેટર સામે ૧૨ લાખ રૂપિયાની ચોરી નો કેસ નોંધાવ્યો હતો.

આ કેસના જાંચ કરીએ જણાવ્યું કે, “જ્યારે મેં આ મામલાની તપાસ કરી ત્યારે છેતરપિંડી ની રકમનો આંકડો ૨ કરોડ ૧૨ લાખ સુધીની પહોંચી ગયો હતો. તેને ઓનલાઈન સેલેરી બિલ્સ માંથી ૫૫ લાખ રૂપિયા અને ઓફલાઇન સેલેરી માંથી ૧ કરોડ ૬૦ લાખ રૂપિયા તેની પત્ની ના ખાતામાં જમા કર્યા હતા, આરોપી એક મહિનામાં ૨ લાખ ૩૨ હજાર ૩૨૦ રૂપિયાની હેરાફેરી કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *