પાણીની જગ્યાએ પાઈપમાંથી નીકળ્યા પૈસા, અધિકારીઓ પણ જોઈને ચોંકી ગયા

એન્ટી કરપશન બ્યુરો(ACB)ના અધિકારીઓએ બુધવારે આવક કરતા વધુ સંપત્તિના આરોપસર સરકારી અધિકારીઓ સામે કર્ણાટકમાં 60 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન એન્ટી કરપશન બ્યુરોને એક એવી જગ્યાએ સંપત્તિ ભરેલી મળી છે જેની કોઈએ અપેક્ષા પણ નહોતી કરી. આ દરોડામાં કર્ણાટકના કલબુર્ગીમાંથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે.

આવી ખુફિયા જગ્યાએ ભર્યા હતા પૈસા: PWD વિભાગના જુનિયર એન્જિનિયર એસ.એમ.બિરાદરના ઘરે જેવરગી ટાઉનમાં દરોડા દરમિયાન એસીબીની ટીમને બાતમી મળી હતી કે પ્લાસ્ટિકની પાઈપલાઈનમાં પૈસા છુપાવવામાં આવ્યા છે. આ પછી, ટીમે એક્શન લેતા પાઇપ કાપીને પૈસા કાઢ્યા. તમને જણાવી દઈએ કે એસએમ બિરાદરના ઘરેથી લાખો રૂપિયાની રોકડ અને સોનું મળી આવ્યું એવી સૂચના મળી છે.

પ્લાનની સાથે પાડવામાં આવ્યા દરોડા: કર્ણાટક સરકારના 15 અધિકારીઓ વિરુદ્ધ દરોડામાં 8 એસપી, 100 અધિકારીઓ અને 300 કર્મચારીઓની ટીમ સામેલ હતી. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ની ટીમે સરકારી અધિકારીઓના 60 સ્થળો પર સર્ચ કર્યું હતું. એસીબીના એક અધિકારીએ જણાવ્યું કે સર્ચ બાદ અમારા અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી કરી લીધી છે.

ઘણી જગ્યાએ દરોડા: જેમાં વિવિધ વિભાગોમાં કામ કરતા 15 સરકારી અધિકારીઓના રહેઠાણો અને ઓફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. કર્ણાટકમાં પ્રચંડ ભ્રષ્ટાચાર અને તેમની આવકના સ્ત્રોતોથી અપ્રમાણસર સંપત્તિ હોવાની શંકાના આધારે અનેક ફરિયાદોના આધારે બેંગલુરુ, કાલબુર્ગી, દાવંગેરે, બેલાગવી, મેંગલુરુ જિલ્લામાં વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *