
શું હવે રોજ એક ને એક શાક ખાઈ ને કંટાળી ગયા છો તો આજ ના આ આર્ટીકલ મા અમે કઈંક નવી વાનગી ની રીત જણાવવા જઈ રહ્યા છીએ. જો કંઈક નવું શાક ખાવાની ઈચ્છા થઈ હોય તો આજે જ બનાવો આ ડુંગળી નું શાક. કદાચ સંભાળીને એક વાર તો આંચકો લાગશે પણ આ શાક એકદમ સ્વાદિષ્ટ લાગશે. ખાવા મા એકદમ મજેદાર તેમજ પંજાબી પનીર ના શાક નો સ્વાદ પણ ભુલાવી દે તેવું બનશે આ શાક. તો ચાલો જાણીએ તેને બનાવવા ની રીત.
આ ડુંગળી ના શાક મા ઉપયોગ મા લેવાતી સામગ્રીઓ :
૧૫ થી ૨૦ નાના કદ ની ડુંગળીઓ, ચાર મીડિયમ કદ ના ડુંગળી ની પેસ્ટ, ત્રણ મીડિયમ કદ ના ટામેટા ની ગ્રેવી, ૫૦ ગ્રામ તીખો-મીઠો નમકીન ચેવડો નો મિક્સર મા ક્રશ કરેલ પાવડર, એક ચમચી લીંબુ નો રસ, એક ચમચી સીંગદાણા નો પાવડર, થોડાક સમારેલા ધાણા, બે ચમચી આદુ,લસણ અને મરચા ની ભેળવેલી પેસ્ટ, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર, સ્વાદનુસાર નમક, અડધી ચમચી ગરમ મસાલો અને તેલ જરૂર મુજબ.
આ ડુંગળી નુ શાક બનાવવા ની રીત :
સવપ્રથમ નાના કદ ની ડુંગળીઓ ને વચ્ચે થી કાપો મારી ચીરી લેવિ. ત્યારબાદ એક પેન મા તેલ ગરમ કરી તેમાં આ કાપેલી ડુંગળી ને ધીમા તાપે લાલ થાય ત્યાં સુધી ઢાંકી રાખી ને તળવા દેવી. હવે જો લાલ થઇ જાય તો તેને બહાર કાઢી લો. ત્યારબાદ એક કઢાઈ મા તેલ નાખી ને તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ ને સાંતળો. લગભગ એકાદ મિનીટ સાંતળ્યા બાદ તેમા ઉપરોક્ત જણાવેલ ડુંગળી ની પેસ્ટ ઉમેરો.
હવે તેમા ગરમ મસાલો,હળદર, લાલ મરચુ તેમજ નમક સ્વાદ મુજબ નાંખો. ત્યારબાદ તેમાં ટામેટા ની ગ્રેવી ને ઉમેરી બરાબર સાંતળો. જયારે આ ગ્રેવી બરાબર ચઢવા લાગે તો હવે તેમા ઉપરોક્ત જણાવેલ તીખો-મીઠો ચણાવા ની પાવડર અને સીંગદાણા નો ભૂકો ઉમેરો. હવે આ ત્યાર મિશ્રણ મા ૨૫૦ મી.લી. પાણી ઉમેરી તેને બરાબર ગરમ થવા દો. આ સીંગદાણા નાખવાથી શાક નો સ્વાદ સારો થશે તેમજ ગ્રેવી પણ ઘાટી બનશે.
આ તમામ મિશ્રણ ને આશરે પાંચ ક મિનીટ સુધી ચઢવા દો. જેથી તેમા નાખેલું પાણી બળી જાય. ત્યારબાદ હવે તેમા ગરમ મસાલો અને લીંબુ નો રસ ઉમેરી શકો છો અને હવે આ ગ્રેવી મા અગાવ તળેલી નાની ડુંગળી ઉમેરી આ શાક ને બરાબર ગરમ થવા દો. લો આ તૈયાર થઈ ગયું પંજાબી પનીર ને પણ સ્વાદ મા માત આપે તેવું આખી ડુંગળી નું સ્વાદિષ્ટ શાક.