પર્સમાં ભૂલથી પણ આ વસ્તુઓ ના રાખો લાંબા સમય માટે નહીતર નહિ ટકે પૈસા, વાંચો આ લેખ અને જાણો

સામાન્ય રીતે મહિલાઓ અને પુરુષોના પર્સમાં પૈસા ની સાથે બિનજરૂરી વસ્તુઓ પણ હોય છે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પર્સ માં બિનજરૂરી વસ્તુ રાખવી અશુભ માનવામાં આવે છે. જ્યાં સુધી તમે તમારા પર્સમાંથી આ બિનજરૂરી વસ્તુ નહીં કાઢી નાખો ત્યાં સુધી તમે પૈસાની બચત નહીં કરી શકો.


જુના બિલ :

જ્યારે તમે ખરીદી કરવા માટે જાઓ છો ત્યારે ઘણી વસ્તુ ના બિલ તમે પર્સમાં રાખો છો. લાંબો સમય સુધી આ બિલ પર્સમાં રાખવા શુભ માનવામાં આવતા નથી. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ બિનજરૂરી બિલ ને પર્સ માં રાખવા અશુભ છે.

ભગવાનના ફોટા :

ઘણા લોકોને પર્સમાં ભગવાનનો ફોટો રાખવાની ટેવ હોય છે પરંતુ, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો પર્સમાં ક્યારેય પણ ભગવાનનો ફોટો ન રાખવો જોઈએ. કહેવાય છે કે પર્સમાં ભગવાનનો ફોટો રાખવાથી દેવું વધે છે.

મૃત વ્યક્તિનો ફોટો :

તમારે ક્યારેય પણ પર્સમાં મૃત વ્યક્તિનો ફોટો ન રાખવો જોઈએ. ઘણા લોકો તેના મૃત સ્વજન સાથે જોડાણ ને લીધે તેનો ફોટો પર્સમાં રાખતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ વસ્તુઓ યોગ્ય નથી. પર્સમાં માતા લક્ષ્મી નું સ્થાન હોય છે તેથી ત્યાં કોઈ પણ મૃત વ્યક્તિની તસવીર રાખવી યોગ્ય નથી.

ચાવી :

પર્સમાં ચાવી રાખવી પણ અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પર્સમાં કોઈપણ પ્રકારની ધાતુની વસ્તુ ન રાખવી જોઈએ. આ ખાસ બાબતો નું ધ્યાન રાખો. તમારે ક્યારે પણ પર્સમાં અસ્ત વ્યસ્ત રીતે પૈસા ન રાખવા. પૈસા ને હંમેશા મોટી નોટ થી નાની નોટ ની ક્રમશઃ ગોઠવણીમાં રાખવા. તેમજ સિક્કા અને નોટો ને ક્યારેય પણ સાથે ન રાખવા. કહેવાય છે કે સિક્કા ના અવાજ થી માતા લક્ષ્મીજી એક જગ્યાએ રહેતા નથી. તેથી તમારે સિક્કા માટે અલગ પર્સ અથવા તો બીજા ખીચા માં રાખવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *