
ગુજરાતમાં આવનારા થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. ગુજરાતમાં રાજકીય પક્ષોનો હવે ખૂબ નો પગ પેસારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના પૂર્વ આઈ જી ડી જી વણઝારા દ્વારા કહેવામાં આવ્યું છે કે નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા છે ત્યારથી ગુજરાતમાં ખૂબ જ અસ્થિરતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ડીજી વણઝારા નું કહેવું છે કે ગુજરાતમાં નવા રાજકીય નેતાઓની જરૂર છે અને તેમ જ ગુજરાતમાં નવા નેતા લાવવાનો સમય આવી ગયો છે.
ગુજરાતમાં નવા રાજકીય વિકલ્પનો ઉદય થવા જઈ રહ્યો છે, જે ડિસેમ્બર ૨૦૨૨માં વિજય હાંસલ કરશે અને રાજસત્તા સાથે ધર્મસત્તાની સ્થાપના કરશે. મુસ્લિમો, ઈસાઈઓ અને યહૂદિયોના દેશોમાં રાજસત્તા સાથે ધર્મસત્તાઓ સક્રિય છે. તો ભારતમાં કેમ નહીં ? જવાબ ગુજરાતના લોકો આપશે. ગુજરાત નવા આદર્શનો અમલ કરશે.
— DG Vanzara (@VanzaraDg) May 13, 2022
ડી.જી.વણઝારા ૧૯૮૭માં આઇપીએસ અધિકારી બન્યા હતા. ગુરુવારના દિવસે તેમને ટ્વિટર પર ટ્વિટ કરીને કેટલાક પ્રશ્નો લોકો સામે ઉઠાવ્યા હતા. ગુજરાતી લોકો સામે કોઈ વ્યક્તિ પોતાની તાકાત બતાવી શકતું નથી અને તે જેમ ઇચ્છે તેમ સત્તામાં પરિવર્તન લાવી શકે છે. ડીજી વણઝારા નું કહ્યું છે કે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યાર બાદ ગુજરાતનું વાતાવરણ ખૂબ જ ગંભીર જોવા મળી રહ્યું છે અને કોઈપણ મુખ્યમંત્રી નો કાર્યકાળ પૂર્ણ થયો નથી જે ખૂબ જ વિચારવા જેવી ઘટના છે.
મારે દુઃખ સાથે જણાવવું પડે છે કે ૨૦૧૪ માં શ્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ગયા ત્યારથી ગુજરાત માં રાજકીય અસ્થિરતા નો કપરો કાળ શરૂ થયો છે. મુખ્ય મંત્રી તરીકે તેમના સ્થાને આવેલ આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી કે ભુપેન્દ્રભાઈ પટેલ ને પાંચ વર્ષની ટર્મ પુરી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી.
— DG Vanzara (@VanzaraDg) May 11, 2022
કોઈપણ મુખ્યમંત્રી પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી
આઈપીએસ ડી.જી વણઝારાની કહ્યું છે કે આ વર્ષની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ જોવાલાયક રહેશે તેમ જ કેટલાક લોકો ધાર્મિક તેમજ સામાજીક આધારે વોટ માંગવા આવશે પરંતુ આપણે વિચારી સમજીને વોટ આપવો જોઈએ અને ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી ઉપર વધુ આશા રાખવી જોઈએ નહીં. આ ત્રણ સત્તા દ્વારા હવે કોઈ નવો મુદ્દો સમાજ ઉપર રાખીને વોટ લેવાનો ષડયંત્ર કરવામાં આવશે.
શું ગુજરાતના શાણા, સમજદાર, જાગૃત અને વ્યવહાર કુશળ લોકો પાસે એવો કોઈ માઈ નો લાલ નથી કે જે પર-પ્રકાશિત ચન્દ્ર ના બદલે સ્વયં-પ્રકાશિત સૂર્યની માફક પોતાના સામર્થ્ય, શક્તિ અને આત્મબળ થી સત્તા હાંસલ કરે, રાજ્ય ને રાજકીય સ્થિરતા આપે અને રાજ્ય નો સર્વાંગી વિકાસ કરે અને સૌનું કલ્યાણ કરે ?
— DG Vanzara (@VanzaraDg) May 11, 2022
ડી.જી.વણઝારા દ્વારા કરવામાં આવેલ તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું તેમજ સાત વર્ષથી વધુ સમય તેમને જેલમાં પણ રહેવું પડ્યું હતું. 2014માં તે નિવૃત્ત થયા હતા. ત્યારબાદ 2020માં પોલીસ મહાનિરીક્ષક પદ પર તેમને ચઢાવવામાં આવ્યા હતા.