સરકારી પ્રાથમિક શાળામાં ચાલુ ક્લાસએ ઊંઘતા ઝડપાયા શિક્ષક અને પછી જે થયું એ જુઓ.

‘પઢેગા ઈન્ડિયા તભી તો બઢેગા ઈન્ડિયા’ આવું તો તમે પણ અવાર નવાર સાંભળતા જ હશો અને આપણું ગુજરાત પણ આપણાં દેશનો એક ભાગ છે તો આ લાઇન આપણાં રાજ્ય માટે પણ લાગુ પડે જ છે. અને હવે તો નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ ગયું છે એવામાં હવે ઘણી સ્કૂલમાં ચાલી રહેલ લાલિયાવાડી સામે આવી રહી છે.

વાત એમ બાની છે કે કઠલાલની નિકોલ ગામની એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ પર રહેલ એક શિક્ષક કે જેમનું નામ રાજેન્દ્રભાઈ પટેલ છે. તેઓ ચાલુ ક્લાસમાં ઊંઘતા જોવા મળ્યા છે. તેમના ક્લાસમાં ઊંઘતા ઝડપાયાના ફોટો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે. આ ફોટો સામે આવતા જ લોકો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આમને આમ ચાલશે તો આપણું ગુજરાત કેવીરીતે ભણશે?

તમને આ વાત જાણીને હજી વધારે નવાઈ લાગશે કે આ ગામની આ શાળામાં 4 વિષય માટે એક જ શિક્ષક છે. ચાર ચાર વિષયના એક જ શિક્ષક છે અને તે પણ સ્કૂલમાં આમ ઊંઘતા જોવા મળ્યા છે. શાળામાં ચાલી રહેલ આ લાપરવાહીને લીધે આ સ્કૂલમાંથી 14 વિદ્યાર્થીઓએ મજબૂરીમાં પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લઈ લીધું છે. તો બીજી બાજુ ગામના સરપંચનું એવું કહેવું છે કે તેઓને વિદ્યાર્થીઓના વાલીઑ તેમને આ વિષે વાત કરી હતી અને તેને લઈને અમે સ્કૂલમાં આ શિક્ષકને સમજાવવા પણ પ્રયત્ન કર્યો હતો.

તેમના સમજાવવા પર શિક્ષકએ ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમને અમુક બીમારીઓને લીધે દવા લેવી પડે છે અને દવાને લીધે તેમને ઘેન ચઢે છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઘેન ચઢવાને લીધે એકવાર બાલાસિનોર પાસે તેમની ગાડીનો અકસ્માત પણ થયો હતો. ત્યારે લોકો એવું પણ કહી રહ્યા છે કે જો તેમને કોઈ બીમારી છે તો તેમણે રજા લઈ લેવી જોઈએ.

એવામાં હવે આ સ્કૂલના આચાર્ય કે જેમનું નામ વૈશાલી પટેલે જણાવ્યું છે કે એડમિશન કેન્સલ કરવાને લીધે ધોરણ 6, 7 અને 8ના ક્લાસ બંધ થઈ ગયા છે એ માટે અમે આગળ શિક્ષણાધિકારીને માહિતી મોકલી છે અને ઉચ્ચ અધિકારીએ તે શિક્ષકને કચેરીએ બોલાવ્યા હતા અને હવે તેમની બીજી સ્કૂલમાં બદલી કરવાની વાત ચાલી રહી છે. એવામાં હવે જોવું રહેશે કે સ્કૂલ બદલી જવાથી આ શિક્ષકની દવાની અસર ઓછી થઈ જશે કે પછી તેમની બીમારી ઓછી થઈ જશે અને તેઓ સારું ભણાવવા લાગશે.

હાલમાં એવા ઘણા કિસ્સાઑ સામે આવી રહ્યા છે. એક વિડીયો હમણાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં શિક્ષકો એ કોંગ્રેસના સભ્યો સાથે મળીને દારૂ પાર્ટી કરી રાય છે. આ વિડીયોમાં શિક્ષકો પણ દારૂની બોટલ સાથે દેખાઈ રહ્યા છે. આ વિડીયો પર તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. તો બીજી બાજુ એવા પણ દ્રશ્ય જોવા મળ્યા છે કે એક વિસ્તારમાં ખાતમુહૂર્ત કરવા માટે આવેલ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી એ બાળકો સાથે ઝુલા ઝૂલ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.