શરીરમાં રહેશે ભરપૂર ઉર્જા અને નહિ થાય વાઈરલ ઇન્ફેકશન, બસ શરુ કરો આ પાણીનું સેવન અને નજરે જુઓ પ્રભાવ

જીરું અને ગોળ અલગ અલગ રીતે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે આપણે જાણીએ છીએ પરંતુ, આ બંનેનો સાથે ઉપયોગ સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. જીરું અને ગોળમાંથી મળતા પોષકતત્વો શરીરમાં લાલ રક્તકણ વધારવાનું કાર્ય કરે છે. જીરુંના પાણીમાં ગોળ મિક્સ કરીને પીવાથી લોહી ની ઉણપ પૂર્ણ થાય છે આ ઉપરાંત અનેક બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે.

ગેસ, પેટમાં દુ:ખાવો વગેરે જેવી સમસ્યા થાય ત્યારે જીરું અને ગોળનું પાણી પીવું જોઈએ. જે લોકો ડાયેટ કરતા હોય તેઓ માટે આ પાણી ખૂબ જ સારું માનવામાં આવે છે. આ પાણી ચરબી ઓછી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. જે મહિલાઓને અનિયમિત માસિકની સમસ્યા હોય તેને નિયમિત રીતે જીરું અને ગોળનું પાણી પીવું જોઇએ તેનાથી માસિક દરમિયાન થતા દુખાવામાં પણ રાહત મળશે.

શિયાળામાં ઠંડીના લીધે સાંધાના દુ:ખાવાની સમસ્યા વધવા લાગી છે. જો તમે શિયાળામાં જીરું અને ગોળનું પાણી પીશો તો સાંધાના દુઃખાવામાંથી રાહત મેળવી શકશો તે કમરના દુ:ખાવાને પણ દૂર કરે છે. જીરુ અને ગોળનું પાણી પોટેશિયમથી ભરપૂર હોય છે તે શરીરમાં જરૂરી ઊર્જા પૂરી પાડે છે. સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરું પાણીનું સેવન કરવાથી આખો દિવસ દરમિયાન શરીરમાં ઉર્જા જળવાયેલું રહે છે, જે લોકોને લોહીની કમી હોય તે લોકોએ પણ આ પાણી પીવું જોઈએ.

જીરુ અને ગોળનું પાણી પીવાથી શરીરમાં રક્તકણો વધે છે અને સાથે તે લોહીની અશુદ્ધિઓને દૂર કરીને લોહીને શુદ્ધ બનાવે છે. આ પાણીમાં પોટેશિયમ વધારે માત્રામાં હોવાથી તે શરીરમાં જરૂરી ઊર્જા પૂરી પાડે છે. તેથી દિવસ દરમિયાન શરીરને કાર્ય કરવા માટે જરૂરી ઊર્જા મળી રહે છે અને થાક લાગતો નથી. એનિમિયાની સમસ્યા દૂર કરવા માટે જીરું અને ગોળનું પાણી સૌથી સારો ઉપચાર છે. તે શરીરમાં લોહીની કમીને પૂરું કરે છે અને લોહીને શુદ્ધ પણ બનાવે છે. ચાલો જોઈએ કઈ રીતે બનાવવું ગોળ અને જીરુંનુ પાણી.

ગોળ અને જીરુનું પાણી બનાવવા માટે સૌપ્રથમ ૨ કપ પાણીમાં ૧ ચમચી ગોળ અને ૧ ચમચી જીરું નાખો. આ પાણીને ઉકળવા માટે રાખો જ્યારે તે બરાબર રીતે ઉકળી જાય ત્યારબાદ તેને ઠંડુ પાડી ને તેનું સેવન કરો. સવારે ભૂખ્યા પેટે આ પાણીનું સેવન કરવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *