શરીરમા રહેલી બીમારીઓને દૂર કરવાનો એકમાત્ર રામબાણ ઈલાજ છે આ ફળ, આવા લાભ વિશે જાણીને તમે પણ રહી જશો દંગ…

ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમીનું પ્રમાણ વધે છે. તેથી શરીરમાં પાણી ઘટી જવાની સમસ્યા થાય છે. ગરમીમાં પાણી ખૂબ પીવું જોઈએ. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવાથી કેટલીક ગંભીર બીમારીઓ થાય છે. પેટમાં બળતરા થવી જેવા અનેક સમસ્યાઓ થાય છે. તેથી ગરમીમાં શરીરને અંદરથી ઠંડક મળવી એ ખૂબ જરૂરી છે. ફળ ખાવા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.

ગરમીની સિઝનમાં ફલાસા નામનું ફળ ખાવાથી શરીરમાં ઠંડક મળે છે. શરીરની ગરમી દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. કેટલાક લોકો આ ફળ વિષે જાણતા નહિ હોય પરંતુ આ ફળ ખૂબ ઉપયોગી છે. તે લાલ કલરનું હોય છે. તેનો સ્વાદ મીઠો અને ખાટો હોય છે. તેનું ફળ પ્રમાણમા નાનું હોય છે. તે શરીરમાં અનેક રોગો સામે ફાયદાકારક બને છે.

પેટ સાફ રહે:

પેટનો દુખાવો જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા ફાલસાનું સેવન કરવું ખૂબ જરૂરી છે. તે ખાવાથી પેટ સાફ અને સ્વસ્થ રહે છે.તેનાથી પેટમાં થતો દુખાવો દૂર થાય છે. નિયમિત તેને ખાવાથી ગરમીમાં શરીરને ઠંડક મળે છે. શરીરની બળતરા દૂર કરવાનો ગુણ રહેલો છે. તેથી પેટની તકલીફો દૂર કરવા માટે તે ખૂબ જરૂરી ફળ છે.

ઉર્જા મેળવી શકાય:

કેટલાક લોકોને ગરમીમાં કામ કરીને શરીરમાં થાક લાગતો હોય છે. તેથી શરીરમાં નબળાઈ આવી જાય છે. ત્યારે ફાલસા ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ મળે છે. તેનાથી શરીરમાં ઉર્જા પૂરતા પ્રમાણમા મળી રહે છે. તેને નિયમિત ગરમીમાં ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે અને શક્તિ મળી રહે છે.

શ્વાસની તકલીફ દૂર થાય :

કેટલાક લોકોને ગરમીની ઋતુમાં શ્વાસની તકલીફ થાય છે. ત્યારે ફાલસા નામનું ફળ ખાવાથી આ સમસ્યામાથી છુટકારો મેળવી શકાય છે. તેનો રસ કાઢીને પીવાથી ખૂબ ફાયદો થાય છે. અસ્થમા અને શ્વાસની અનેક તકલીફ દૂર કરવા માટે તેના રસનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે.

સ્નાયુઓ મજબૂત બને:

કેટલાક લોકોને સ્નાયુઓનો દુખાવો શરીરમાં થાય છે. તેની અસર ખરાબ અસર શરીરમાં રહેલ હાડકાં પર પડે છે. ત્યારે ફાલસા ફળ ખાવાથી તે સમસ્યા દૂર થાય છે. તેમાં પોટેશિયમ અને પ્રોટીન ખૂબ પ્રમાણમા જોવા મળે છે. તે માંસપેશીઓના દુખાવા માટે ખૂબ ઉપયોગી છે. તે ફળમાં ભરપૂર પ્રમાણમા કેલ્શિયમ રહેલું હોય છે.

લૂ લાગે ત્યારે ઉપયોગી:

ગરમીમાં બહાર જવાથી કેટલાક લોકોને લૂ લાગે છે. તેનાથી શરીરમાં તકલીફ થાય છે. ત્યારે ફાલસા ફળનું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે. લૂ લાગવાથી તાવ જેવી બીમારી થાય છે. ત્યારે તેનો રસ પીવાથી શરીરમાં પાણી પૂરતા પ્રમાણમા મળી રહે છે અને આ સમસ્યા દૂર થાય છે.

ડાયાબિટીસમાં શુગરને નિયંત્રિત રાખે:

ફાલસાના રસમાં ફોલિક એસિડ રહેલું હોય છે.તે ડાયાબિટીના દર્દીને ખૂબ ફાયદો કરે છે. તેનું સેવન કરવાથી શુગરને ઘટાડી શકાય છે. નિયમિત તેનો ઉપયોગ કરવાથી આ રોગોના દર્દીને ખૂબ ફાયદો થાય છે. ગરમીમાં તેનું સેવન કરવાથી ફાયદો થાય છે.

શરદી મટાડે છે:

ફાલસાના રસમાં આદુંનો રસ મિક્સ કરીને પીવાથી શરદી અને ઉધરસ જેવી સમસ્યા દૂર થાય છે. તેમાં વિટામિન સી રહેલું હોય છે. તેનાથી શરીરની રોગપ્રતકારક શક્તિમાં વધારો કરી શકાય છે. કેટલાક લોકોને વારંવાર શરદી થતી હોય તે લોકોને આ રસનો ઉપયોગ કરવાથી ખૂબ ફાયદો થાય છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તે લોકો માટે આ રસનું સેવન કરવું ખૂબ જરૂરી બને છે.

પેટમાં બળતરા થવી, આંખોમાં સમસ્યા થવી, શ્વાસની કેટલી તકલીફ દૂર કરવા માટે ફાલસાના રસમાં અજવાઈન નાખીને તેને ગરમ કરીને પીવાથી પેટનો દુખાવો દૂર થઈ શકે છે. ઊબકા આવતા હોય તે લોકોને તેના રસમાં ગુલાબજળ નાખીને પીવાથી તે સમસ્યા દૂર થાય છે. તેમાં આદું અને સ્વાદ અનુસાર મીઠું નાખીને પીવાથી ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *