સ્મૃતિ ઈરાનીને કપિલ શર્મા શો પર ન મળી એન્ટ્રી, કપિલ શર્મા એ માંગી માફી

ભૂતપૂર્વ અભિનેત્રી અને ભારતીય રાજકારણી સ્મૃતિ ઈરાનીને ધ કપિલ શર્મા શો પર એન્ટ્રી ન મળી. કપિલ શર્મા શો ગાર્ડ દ્વારા એમને સેટ પર જતાં રોકી દેવામાં આવ્યા.

જોકે ખબરો અનુસાર સ્મૃતિ શૉ પર પહોંચવાની હતી. જો કે કોઈક ગેરસમજ ના કારણે એમને આ શૉ માંથી બહાર રહેવું પડયું હતું. સિક્યુરિટી ગાર્ડે પોતાની ડ્યુટી નિભાવતા સ્મૃતિ ઈરાનીની શૉ ના સેટ પર જતા રોક્યા હતા.

જોકે એમને જાણ નહોતી કે શૉ માં સ્મૃતિ ઈરાની આવવાના છે. ખબરોની માનવામાં આવે તો સિક્યુરિટી ગાર્ડને લાગ્યું કે મિનિસ્ટર કોઈપણ સુરક્ષા ગાર્ડ વગર કેવી રીતે સેટ પર આવી શકે છે. આ કારણથી ગાર્ડે એમને અંદર જતા રોકી દીધા.

ત્યાર બાદ અડધો કલાક રાહ જોયા બાદ સ્મૃતિ ઈરાની પોતાની સેડ્યુલ ફ્લાઇટ પકડીને પાછા ચાલ્યા ગયા. કપિલ શર્માને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એમણે સિક્યુરિટી ગાર્ડ અને ખૂબ જ ફટકાર્યાં અને એમણે સ્મૃતિ ઈરાનીની માફી પણ .

સ્મૃતિ ઈરાની પોતાનું ‘ સલામ નામનું ‘ પુસ્તક રિલીઝ કરવાની છે. એ શૉ પર પ્રમોટ કરવા આવી હતી. જોકે સિક્યુરિટીની ભૂલના કારણે આ પ્લાન ચુકાઈ ગયો.

સ્મૃતિ ઈરાનીએ થોડા સમય પહેલા જ લોકોને પુસ્તકની પ્રથમ ઝલક બતાવી હતી. એકતા કપૂરે સ્મૃતિ ઈરાની ટીવી ઇન્ડસ્ટ્રી સાથે ઓળખાણ કરાવી હતી, હવે એમણે સ્મૃતિ ઈરાનીને નવી શરૂઆત માટે ની શુભકામનાઓ પાઠવી. એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રશંસકો માટે એક સંદેશો લખ્યો છે. એમાં એમણે સ્મૃતિ ઈરાનીના પુસ્તકની પ્રશંસા પણ કરી છે.

સ્મૃતિ ઈરાનીને એકતા કપૂરની સિરિયલ ‘ સાસ ભી કભી બહુ થી ‘ દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. એમની આ શોમાં વિરાની ની ભૂમિકા નિભાવી હતી.

સ્મૃતિ ઈરાની વર્તમાન સમયમાં કેન્દ્રીય મંત્રી છે. એના સિવાય એ અમેઠીથી સાંસદ પણ છે એમણે આ સીટ અને રાહુલ ગાંધીને હરાવીને પ્રાપ્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *