
છેલ્લા કેટલાક સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહી છે. તેનું મુખ્ય કારણ શૈલેષ લોઢા છે. આ સીરિયલમાં તારક મહેતા નો રોલ નિભાવી રહ્યા હતા જે 14 વર્ષ બાદ શો છોડી દેવાનો ખૂબ જ મોટો નિર્ણય લઈ લીધો છે. થોડા દિવસ પહેલાં જ આ સમાચાર મીડિયા સમક્ષ આવ્યા હતા. જેના કારણે તારક મહેતા સીરીયલ ના ચાહકો ખૂબ જ દુઃખી થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ શૈલેષ લોઢા હવે શેમારુ ટીવી માં આવતા એક નવા શોમાં જોવા મળી શકે છે. જેમાં તે કવિઓ સાથે કંઈક અલગ જ અંદાજમાં જોવા મળશે તેવું સામે આવી રહ્યું છે. તેમજ પોતાની પ્રતિભા બતાવવાનું એક સારું પ્લેટફોર્મ મળતા તે હવે તારક મહેતા શો છોડી દેવાનો નિર્ણય કરી લીધો છે. તેમજ કેટલાક સમયથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં તે નજર આવતા નથી. હવે નવી સિરિયલ માટે શૂટિંગમાં જોવા મળી રહ્યા છે જેનો થોડા સમય બાદ જ પ્રોમો લોન્ચ કરવામાં આવશે.
શૂટિંગ દરમિયાન કેટલાક ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે જેનો મતલબ તારક મહેતા હવે આપણને સીરીયલ માં પાછા જોવા મળી શકશે નહીં. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા વાહ વાહ ક્યા બાત હૈ, તેમાં તારક મહેતા આપણને હોસ્ટ તરીકે જોવા મળી રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા હવે આવા બીજા કોઈ શોમાં હોસ્ટ તરીકે જોવા મળી શકે છે.
શૈલેષ લોઢા સાથે વાતચીત કરતાં માહિતી મળી છે કે તારક મહેતામાં તેમનો સમગ્ર સમય પસાર થઇ જવાના કારણે તે બીજા કામ કરી ન શકતા હતા તે માટે તારક મહેતાએ આ શો છોડી દેવાનું ખૂબ જ મોટો નિર્ણય લઈ લીધો હતો. જેથી કરીને શૈલેષ લોઢા હવે આપણને તારક મહેતા સીરીયલ માં ફરી નજર આવી શકશે નહીં જે સમગ્ર ચાહકો માટે ખૂબ જ દુઃખની વાત છે.