તારક મહેતા શૉ ના જેઠાલાલ એક્ટિંગ છોડવાના હતા , પછી આ રીતે ફર્યા પરત.

હાલના સમયમાં ઘર ઘરમાં ટીવીની કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય છે. આ ટેલિવિઝન સિરિયલ માં બતાવવામાં આવતી ભૂમિકા દર્શકો ખૂબ જ પસંદ કરે છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા આવી જ એક ભૂમિકા જેઠાલાલની છે. જેને દિલીપ જોશી નિભાવે છે. શું તમે જાણો છો કે તારક મહેતા સીરીયલ ની ઓફર મળવાના પહેલાં દિલીપ જોશી એક્ટિંગ છોડવાના હતા. હા, આ સાચું છે તારક મહેતા સીરીયલ મળવાના પહેલા દિલીપ જોશી અભિનયને અલવિદા કરવાના હતા, કારણ કે લગભગ તેઓ એક વર્ષથી બેરોજગાર હતા.

જો મીડિયા રિપોર્ટ્સમાં માનવામાં આવે તો જે શૉ દિલીપ જોશી કરી રહ્યા હતા એ ઓફ એયર થઈ ચૂક્યો હતો. એવામાં દિલીપ જોશી પાસે એક વર્ષ સુધી કોઈ પણ કામ નહોતું. જોકે એવામાં તારક મહેતા શૉ ના નિર્માતા આશિત કુમાર મોદીએ અભિનેતા દિલીપ જોષીને કોન્ટેક્ટ કર્યો, અને આ શો માટે જેઠાલાલ અથવા ચંપકલાલ બેમાંથી કોઈ એક પાત્રનો અભિનય કરવાની ઓફર કરી.

ખબરો નું માનવામાં આવે તો દિલીપ જોષીએ ચંપકલાલ ની ભૂમિકા કરતા જેઠાલાલની ભૂમિકાને નિભાવવા નું પસંદ કર્યું. જોકે એવું કહેવામાં આવે છે કે આશિત કુમાર મોદી ઇચ્છતા હતા કે દિલીપ જોષી ‘ ચંપકલાલ ‘ નું પાત્ર નિભાવે.

જોકે દિલીપ જોષીએ આશિત કુમાર મોદીને એ વિશ્વાસ અપાવ્યો કે પોતે જેઠાલાલના પાત્ર માટે યોગ્ય અને શ્રેષ્ઠ છે. એના પછી તો જે કંઈ પણ થયુ એમાં ઇતિહાસ સાક્ષી છે. એની જગ્યાએ એક સમય હતો જ્યારે દિલીપ જોશી અભિનયને જ અલવિદા કહેવા માંગતા હતા, અને આજે ટેલિવિઝન દુનિયાના હાઈએસ્ટ પેડ એક્ટર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *