તારક મહેતામાં જેઠાલાલ થશે અરેસ્ટ, જાણો શું છે આખી વાત

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં જેઠાલાલ અને એમના મિત્રો મોટી મુસીબતમાં ફસાવવાના છે..એ મારપીટના આરોપમાં જેલમાં પહોંચી ગયા છે. વાત જાણે એમ છે કે જ્યારે વસૂલીદાર બબીતાનો ફોન લઈને જાય છે ત્યારે જેઠાલાલ મદદ માટે એમના મિત્રોને ફોન કરે છે.

શોઢી અને તારક મહેતા જેઠાલાલની મદદ કરવા અને એ વસૂલીદાર સાથે વાત કરવા એમની પાસે પહોંચી જાય છે. શોઢી એમને વાસ્તવિક પરિસ્થિતિ સમજાવવાની કોશિશ કરી જ રહ્યા હોય છે ત્યારે અચાનક એમને જેઠાલાલનો ધક્કો લાગી જાય છે અને એ વસૂલીદાર પર પડી જાય છે.


ગોકુલધામવાસી જાણી જોઈને ઝગડો કરવા આવ્યા છે એ વિચારીને વસૂલીદાર મારપીટ કરવાનું શરૂ કરી દે છે. બન્નેમાં એટલો મોટો ઝગડો થઈ જાય છે કે એની ખબર પોલીસને પડી જાય છે. પોલીસ બધાને પકડી લે છે. જેઠાલાલ ઇન્સ્પેક્ટર ચાલુ પાંડેને ગોકુલધામના લોકોને છોડવાની વિનંતી કરે છે પણ પોલીસ નથી માનતી.

જેઠાલાલ, તારક મહેતા અને સોઢી તે વસૂલીદાર સાથે જેલમાં પહોંચી ગયા છે. બીજી તરફ જેઠાલાલ અને તેના મિત્રોની પોલીસે ધરપકડ કરી હોવાની સોસાયટીના કોઈ સભ્યને જાણ નથી. જેઠાલાલ આ મૂંઝવણમાંથી કેવી રીતે બહાર આવશે? ગોકુલધામના રહેવાસી જેઠાલાલ અને તેના મિત્રોને કેવી રીતે મદદ કરશે તે જાણવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાનું ચાલુ રાખો સોમવારથી શનિવાર રાત્રે 8:30 કલાકે માત્ર SAB ટીવી પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *