
ભારતમાં ઈલેક્ટ્રીક કારોની તેજી ખૂબ જ વધી રહી છે અને મોટાભાગની કંપનીઓ હવે ઇલેક્ટ્રિક કાર બનાવવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ આજના સમયમાં એક લાખ રૂપિયાથી નીચે ની કિંમતમાં બાઈક પણ આવતી નથી.
ભારતમાં સૌથી સસ્તી ટાટા નેનો ઈલેક્ટ્રીક વર્ઝન થોડા સમયમાં લોન્ચ થઇ રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ કારની કિંમત ૩ લાખથી ઓછી હશે જે ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર હશે.
રતન ટાટા નું સપનું હતું કે દરેક ભારતીય જોડે પોતાની એક કાર હોય અને જે ઓછા ખર્ચામાં લોકોને વધુ માઇલેજ આપતી હોય.
ટાટા કંપની દ્વારા નેનો ગાડી સૌથી સસ્તી ગાડી છે. પરંતુ હજુ ચોક્કસ રીતે ઈલેક્ટ્રીક કાર નો ભાવ બહાર પાડવામાં આવ્યો નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ત્રણ લાખ રૂપિયા તેની કિંમત માનવામાં આવી રહી છે.