અંડરઆર્મ પીગમેન્ટેશન દૂર કરવા માટે ફોલો કરો આ ટિપ્સ

અંડરઆર્મ પીગમેન્ટેશનના ઘણા કારણો હોય છે. જેમાં સ્થૂળતા ઉપરાંત આનુવંશિક કારણો, એલ્યુમિનિયમ અને કઠોર કેમિકલ વાળા ડીયોડરન્ટ નો ઉપયોગ, સેવિંગ કરવાથી અંડરઆર્મસ કાળા પડી જાય છે. આવી સ્થિતિમાં જો તમે અંડરઆર્મને કાળા થતા અટકાવવા ઇચ્છતા હોય તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Eating 10 portions of fruits and veg daily best for health

આહારમાં ફળો અને શાકભાજીનો સમાવેશ કરો

તમારો આહાર વિટામીન અને ખનીજોથી ભરપૂર હોવો ખૂબ જ જરૂરી છે. તમારા અંડરઆર્મને સાફ રાખવા માટે યોગ્ય માત્રામાં ફળ અને શાકભાજી તેમજ આખા અનાજ અને પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ.

હોટ વેક્સિંગ ન કરો

અંડરઆર્મ માટે હોટ વેક્સ, હેર રિમૂવલ ક્રીમ અને થ્રીડિંગ નો ઉપયોગ કરવાનો ટાળો. વેક્સિંગ તમારી ત્વચાના ઉપરના સ્તરને દૂર કરે છે લાંબા ગાળે વારંવાર વેક્સિંગ કરવાથી ત્વચા કાળી પડી જાય છે. સેવિંગ અથવા લેઝર નો ઉપયોગ કરવો અનુકૂળ રહે છે.

1,605 Roll On Deodorant Stock Photos, Pictures & Royalty-Free Images - iStock

રસાયણો વાળા ઉત્પાદનો ટાળો

અંડરઆર્મ નું દુર્ગંધ દૂર કરવા માટે ડીઓડિન્ટનો ઉપયોગ મોટાભાગના લોકો કરતા હોય છે. આવા ડીઓડિન્ટમાં પેરાબેન ટ્રાઈક્લોસન, એલ્યુમિનિયમ જેવા ઘટકો હોય છે જે ત્વચામાં બળતરા પેદા કરે છે. તમારે રોલોન્સનો ઉપયોગ કરવો જોઈએ. તે અંડરઆર્મને પોષણ આપે છે અને મોઈશ્ચરાઈઝ કરે છે.

ગ્લાયકોલીક એસિડ સાથે સંતુલન

ગ્લાયકોલીક એસિડ અંડરઆર્મ પીગમેન્ટેશનની સારવાર માટે શ્રેષ્ઠ છે. તેના સારા એક્સપોલિયેશન સાથે તે બેક્ટેરિયાને દૂર કરે છે અને તમારા પરસેવાને પણ તોડીને દુર્ગંધ દૂર કરે છે. જો તમારે તમારા અંડરઆર્મ પર કોઈપણ ઉત્પાદન વાપરવા પહેલા તેને ટેસ્ટ કરી લો. જો તમને તેમાંથી બર્નિંગ, ખંજવાળ અથવા ફોલ્લીઓ થાય તો આ ઉત્પાદન નો ઉપયોગ ન કરો.

Leave a Reply

Your email address will not be published.