વાળની મજબૂતાઈ અને ગ્રોથ માટે ભોજનમાં ઉમેરો આ વસ્તુઓ, એકવાર ટ્રાય કરો અને નજરે જુઓ પરિણામ

આજે બજારમાં વાળને સુંદર અને હેલ્ધી રાખવા માટે ઘણા બધા પ્રોડક્ટ અવેલેબલ છે. વિવિધ પ્રકારના શેમ્પૂ, કન્ડિશનર, તેલ આ ઉપરાંત પણ ઘણા પ્રોડક્ટ વાળની સારસંભાળ માટે બનાવવામાં આવ્યા છે પરંતુ, ઘણી વખત વાળને અંદરૂની પોષણની જરૂર હોય છે. તેના માટે તમારે યોગ્ય ડાયટ લેવો ખૂબ જરૂરી છે. વાળને હેલ્ધી બનાવવા માટે વિટામિન-બી, ઓમેગા-૩ અને આયર્નવાળો ખોરાક ઉપયોગી થાય છે.

પોષકતત્વોથી ભરપૂર ખોરાકનું સેવન કરવાથી વાળ ખરવા અને વાળને લગતી અન્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે. વાળની સમસ્યાનું મૂળ ઉદભવ સ્થાન માથાની ત્વચા એટલે કે સ્કેલ્પમાં થી હોય છે. જ્યારે આપણે સારા પોષકતત્વવાળો ખોરાક ખાઈએ છીએ ત્યારે માથાના સ્કેલ્પમાં ઓક્સિજન નું પરિભ્રમણ સારી રીતે થાય છે તેથી વાળની દરેક સમસ્યા દૂર થાય છે. આજે આપણે કેવો ખોરાક વાળ માટે હેલ્ધી છે તેના વિશે માહિતી મેળવીશું.

પ્રોટીનયુક્ત આહાર :

વાળને મજબૂત અને હેલ્ધી રાખવા માટે પ્રોટીન ખૂબ જ જરૂરી છે કારણ કે આપણા વાળ પ્રોટીનના બનેલા હોય છે. ભોજનમાં કઠોળ, માછલી, ચિકન, ઈંડાં, દૂધ વગેરે જેવી પ્રોટીન યુક્ત વસ્તુ લેવાથી તમારા વાળ મજબૂત અને લાંબા બનશે કારણ કે આ બધી વસ્તુઓ વાળને જરૂરી પ્રોટીનની કમી પૂરી કરશે.

વિટામિન બી-૭ વાળો ખોરાક :

આપણા ખોરાકમાં શાકભાજી એકમાત્ર એવી વસ્તુ છે જેમાંથી વિટામિન બી૭ મળે છે. તેથી ખોરાકમાં ગાજર, બીટ, પાલક વગેરે જેવા શાકભાજી ને નિયમિત રીતે આહારમાં લેવા જોઇએ.

આયર્નયુક્ત ખોરાક :

શરીરમાં જો ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય તો ઓક્સિજનનું પરિભ્રમણ બરાબર રીતે થાય છે. શરીર માટે ઓક્સિજન નું સારું પરિભ્રમણ ઘણી બધી બીમારીઓ રોકી શકે છે જેમાં વાળની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. તેથી પાલક, માંસ, દૂધ વગેરે જરૂરી વસ્તુ ખાવાથી શરીરમાં આયર્ન નું પ્રમાણ વધે છે. તેને લીધે માથાના સ્કેલ્પમાં ઓક્સિજનનું પરિભ્રમણ સારી રીતે થાય છે અને વાળ વૃદ્ધિ પામે છે.

વિટામિન બી-૬ અને વિટામિન બી-૧૨વાળો ખોરાક :

રાજમા, ઈંડા, કઠોળ, આખા અનાજ વગેરે જેવા ખોરાકમાં વિટામિન બી૬ અને વિટામિન બી૧૨ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ ખોરાક વાળની વૃદ્ધિ અને મજબૂતાઈ માટે ખૂબ જ મહત્વનું છે.

ઓમેગા-૩ ફેટી એસિડ થી સમૃદ્ધ ખોરાક :

ઓમેગા-3 ફેટી એસિડ મુખ્યત્વે અખરોટ અને ઓઈલ ફિશ માંથી મળી આવે છે. તેથી ખોરાકમાં આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી હેર ફોલ ની સમસ્યા દૂર થાય છે તેમજ વાળ જડથી મજબુત બને છે.

વિટામિન-સી યુક્ત ખોરાક :

વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે વાળના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો છે. તેથી પુષ્કળ પ્રમાણમાં સાઇટ્રસ ફળો અને તરબૂચનું સેવન કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *