વગર દવાએ કિડનીનો કચરો થઇ જશે દૂર, વાંચો આ લેખ અને જાણો આ અસરકારક ટીપ્સ

કિડની એટલે આપણા શરીરનું ફિલ્ટર. ખરેખર કિડનીમાં શરીરની ગંદકી જમા થાય છે જેને લીધે પથરી થવાની શક્યતા રહે છે. તેથી સમયાંતરે કિડની સાફ સફાઈ કરવી ખૂબ જ જરૂરી બની જાય છે પરંતુ તેના માટે કોઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી. આપણે કેટલીક ઘરેલુ વસ્તુના ઉપયોગથી જ કિડની ની સાફ સફાઈ કરી શકીએ છીએ.

કોથમીર :

એક લીટર પાણીમાં થોડા કોથમીરના પાન અને અજમો મિક્સ કરો. તેને ધીમી આંચ પર ૧૦ મિનિટ સુધી ઉકાળો અને ત્યારબાદ ઠંડુ પાડીને તેનું સેવન કરો. તમારે ખાલી પેટે કોથમીર અને અજમાનો ઉકાળો પીવાનો છે. તે તમારી કિડનીની ગંદકીને શરીરની બહાર કાઢી નાખશે અને ઝેરી પદાર્થો થી મુક્ત કરશે.

લીંબુ :

ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને રાત્રે સૂતા સમયે પીવાથી કિડની ના ટોક્સિક પદાર્થો બહાર નીકળી જશે. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે કિડનીની પથરી દૂર કરવા માટે ઘણો ઉપયોગી થાય છે.

મેથી :

કિડનીને ડિટોક્સ કરવા માટે રોજ સવારે મેથી નું પાણી પીવું ફાયદાકારક રહે છે. દરરોજ રાત્રે પાણીમાં મેથી પલાળી દેવી અને સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે મેથીના પાણીનું સેવન કરવું. તે કિડની સંબંધી રોગો ને દૂર કરશે અને પથરી નું નિર્માણ થતું પણ રોકશે. મેથી નું પાણી કિડનીમાંથી યુરિયાની માત્રા ઘટાડે છે અને હિમોગ્લોબિન ઉત્પન્ન કરે છે.

આદુ :

આદુમાં વિટામીન, કેલ્શિયમ અને આયોડિન જેવા તત્વો હોય છે જે કિડનીમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. લાંબો સમય સુધી આદુનો ઉપયોગ કરવાથી કિડનીની સમસ્યા દૂર કરી શકાય છે.

દહીં :

દહીમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે જે ડાયજેશન માટે ફાયદાકારક છે. તે કિડનીને સાફ કરીને ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.

ગળો :

ગળો, લીમડો અને ઘઉંના જવારા નો રસ સરખી માત્રામાં મિક્સ કરીને સવાર-સાંજ ખાલી પેટે જ પીવો. નિયમિત રીતે તેનુ સેવન કરવાથી કિડનીમાંથી ઝેરી તત્વો બહાર નીકળીને કિડની સાફ થઈ જશે.

દ્રાક્ષ :

લીલી, કાળી અથવા લાલ ગમે તે દ્રાક્ષ કિડની માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાંથી ખાસ કરીને લાલ દ્રાક્ષ વધુ ફાયદાકારક છે. પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફેટ અને આયર્નથી ભરપૂર લાલ દ્રાક્ષ કિડનીમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢી ને કિડની ની સાફ સફાઈ કરે છે.

સંતરા અને તરબૂચ :

સંતરાનો રસ કિડની ની સાફ સફાઈ માટે ખૂબ જ ફાયદાકારક છે તે તંદુરસ્તીમાં પણ વધારો કરે છે. લીંબુ, સંતરા અને તરબૂચનો રસ પીવાથી કિડની ની અંદર રહેલા ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે કારણ કે તેમાં સાઇટ્રીક એસિડ વધારે પ્રમાણમાં હોય છે જે પથરી ના વિકાસ ને રોકે છે.

ચેરી અને ક્રેનબેરી :

દરરોજ ચેરી અને ક્રેનબેરી જેવા ફળોનું સેવન કરવાથી યુટીઓય ના લક્ષણો ઘટાડી શકાય છે.

પાલક :

પાલકમાં એન્ટી ઓક્સિડન્ટ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે જે કિડની ને ડિટોક્સ કરવા માટે ઉપયોગી છે. નિયમિત રીતે પાલકનું જ્યુસ પીવાથી અથવા સલાડ તરીકે તેનું સેવન કરવાથી કિડની વધુ કાર્યરત થશે.

સીમલા મરચું :

સીમલા મરચા માં વિટામિન સી વધારે માત્રામાં હોય છે આ ઉપરાંત તેમાં ફોલિક એસિડ અને વિટામિન એ પણ જોવા મળે છે તેમાં થોડી માત્રામાં પોટેશિયમ પણ હોય છે. સિમલા મિર્ચ નું સેવન કરવાથી કુદરતી રીતે કિડની ડીટોક્સ ફાય થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *