
Whatsapp એપ્લિકેશન આજે દરેક મોબાઇલ માં જોવા મળી શકે છે અને મોટાભાગના લોકો whatsapp વાપરવું ખૂબ જ પસંદ કરતા હોય છે. અને whatsapp ની લોકપ્રિયતા ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં જોવા મળી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર whatsapp તેના ગ્રાહકો ના દરેક ડેટા પોતાના સ્ટોર માં સેવ કરીને રાખે છે. જો કોઈ વ્યક્તિ whatsapp કંપની ઉલ્લંઘન કરતા નજર આવે તો તેનું એકાઉન્ટ તાત્કાલિક ધોરણે બ્લોક કરી દેવામાં આવતું હોય છે.
મળતી માહિતી મુજબ whatsapp તેના યુઝર્સ ની સંપૂર્ણ માહિતી પોતાના ડેટામાં સેવ રાખે છે અને તેના યુઝર્સ કયા ગ્રુપ માં સામેલ છે તે કેટલા વાગ્યે ઓનલાઇન આવે છે? ફક્ત એટલું જ નહીં એક બીજાના કોન્ટેક નંબર તેમ જ તમારું live location તેમાં તમારા ફોનમાં રહેલ દરેક ફોટા whatsapp ના ડેટા માં સેવ કરીને રાખે છે. પરંતુ whatsapp મેસેજને સેવ કરીને રાખતું નથી તેવા નો ખુલાસો આજે થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ whatsapp પોતાના પ્લેટફોર્મ ઉપર દરેક ડેટા સ્ટોર કરીને રાખે છે તેમજ પોલીસ કમ્પલેન દરમિયાન તે તેના ડેટા પોલીસને વધુ જાણકારી માટે આપતી હોય છે. તેમજ whatsapp દ્વારા મળતી માહિતી મુજબ તે કોઈ ગ્રાહક ના મેસેજ સેવ કરીને રાખતી નથી.
Whatsapp કંપની દ્વારા ચોક્કસ કારણોસર જ યુઝર્સ ના ફોટા, કોન્ટેક્ટ ડીટેલ, તેમજ તમામ માહિતી બહાર પાડવામાં આવતી હોય છે તે પણ પોલીસ સિવાય બીજા કોઈ વ્યક્તિને આપવામાં આવતી નથી.